Increment Process in Praisa Software ઇન્ક્રીમેન્ટ છોડવાની પ્રક્રિયા પ્રાઈસા સોફ્ટવેરમાં

 

Increment Process in Praisa Software ઇન્ક્રીમેન્ટ છોડવાની પ્રક્રિયા પ્રાઈસા સોફ્ટવેરમાં


 


Increment Process in Praisa Software સરકારશ્રી ધ્વારા દર વર્ષે સરકારી અધિકારી/કર્મચારીશ્રીઓને દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈ જે માસમાં ફૂલ પગાર થયો હોય તે પછી પગાર વધારો એટલે કે ઈજાફો-ઇન્ક્રીમેન્ટ આપવા માટે જોગવાઈ કરેલ છે.

 

આ પ્રક્રિયા તમામ સરકારી અધિકારી/કર્મચારીશ્રીઓની જેતે વિભાગ કચેરીના મહેકમ વિભાગ ધ્વારા કરવાની હોય છે.

 

ઈજાફો છોડવા માટે સૌ પ્રથમ IFMS એટલે કે ( Integrated Financial Management System) http://10.10.102.164/IFMS ધ્વારા ઈજાફો છોડ્યા બાદ તેની પ્રિન્ટ મેળવી સબંધિત કચેરી/વડાના સહી-સિક્કા કરાવી પછી થયેલ પગાર વધારાની અસર પ્રાઈસા સોફ્ટવેરમાં આપવા માટે નીચે મુજબની પ્રક્રિયા હાથ ધરવાની થાય છે.

 

Step: 1

સૌ પ્રથમ પ્રાઈસા સોફ્ટવેરની વેબસાઈટ https://praisa.org ઉપર જવું.

Step: 2

હવે આપણને આપવામાં આવેલ ક્રીયેટરના યુઝર-પાસવર્ડથી લોગીન કરવું.

Increment Process in Praisa Software

Step: 3

લોગીન થયા બાદ Tools માં જઈ Employee Registration ઉપર ક્લિક કરવું

Increment Process in Praisa Software

Increment Process in Praisa Software

Step: 4

ત્યાર બાદ Search ઉપર કિલક કરતા તમામ અધિકારી/કર્મચારીશ્રીઓની યાદી જોઈ શકાય છે.

Step: 5

હવે જે પણ અધિકારી/કર્મચારીશ્રીનો ઇજાફો છોડવાનો હોય તેમના નામ સામે ૩(ત્રણ) ડોટ ઉપર કિલક કરી Edit Details ઉપર કિલક કરવું, હવે તમને પૂછશે Are you Sure? તેમાં Yes, Revoke It ઉપર ક્લિક કરવાનું રહેશે.

Step: 6

જે અધિકારી/કર્મચારીશ્રીનો ઇજાફો છોડવાનો હોય તેમના નામ સામે ૩(ત્રણ) ડોટ ઉપર કિલક કરી Edit Details ઉપર કિલક કરવાથી તમામ વિગતો સુધારી શકાશે ઇજાફાની અસર આપવા માટે ડાભી બાજુએ આપેલ Salary Break up ઓપ્શન ઉપર ક્લિક કરવું.

Step: 7 હવે Can you change Salary ? ઓપ્શન ઉપર ટીકમાર્ક કરવું અને તારીખ જે લાગુ પડતું હોય તે પસંદ કરવું (દા.ત- જાન્યુઆરી/જુલાઈ) તથા ઉપરની બાજુએ ઇજાફા બાદ જે પણ Pay Cell, Matric Cell આવતો હોય તે પસંદ કરી Generate Salary ઉપર ક્લિક કરવાથી નવા પગાર અને કપાતની વિગતો જોઈ શકાય છે.

Popular posts from this blog

C.L Card ૫રચુરણ રજા કાર્ડ – સી.એલ.કાર્ડ