IFMS Case Transfer Process Step by Step
આઈએફએમએસ કેસ ટ્રાન્સફર કરવા માટેની પ્રક્રિયા IFMS Case Transfer Process Step by Step
IFMS Case Transfer Process – આઈએફએમએસ એટલે ઈન્ટિગ્રેટેડ ફાઈનાન્સિયલ મેનેજમેન્ટ સિસ્ટમ કે જે ગુજરાત સરકારશ્રીમાં અલગ અલગ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ/કર્મચારીઓના પગારને લગતા વિવિધ કામો માટે ઉપયોગ કરવામાં આવે છે.
તેના માટે કોઈ પણ સરકારી અધિકારી/કર્મચારીશ્રી કાયમી ફૂલપગારમાં સમાવેશ થયા બાદ પગારબાંધણી કરીને કેસ બનાવવામાં આવે છે તેમાં અધિકારીઓ/કર્મચારીશ્રીની પગાર તેમજ નોકરીની તમામ વિગતોનો સમાવેશ કરવામાં આવે છે.
ત્યાર બાદ અધિકારીઓ/કર્મચારીઓશ્રીના વિવિધ કામો જેવા કે ઇજાફો છોડવા માટે, સીપીએફની કપાત, ઉચ્ચતર પગારધોરણ જેવા વિવિધ કામો માટે આઈએફએમએસ ઉપર કરવાની કાર્યવાહી થાય છે.
હવે જો ફરજ બજાવતા કોઈ પણ અધિકારી/કર્મચારીશ્રીની બદલી એક તાલુકા/જીલ્લામાંથી બીજા તાલુકા/જીલ્લામાંથી બદલી થાય તો તેમનો કેસ જેતે તાલુકા/જીલ્લામાં ટ્રાન્સફર-તબદીલ કરવો જરૂરી છે.
જે પણ તાલુકા/જીલ્લામાં કેસ ટ્રાન્સફર-તબદીલ કરવાનો થાય તેનો Cardex નંબર હોવો જરૂરી છે.
જેના માટે નીચે જણાવેલ પગલા અનુસરવાના રહેશે.
Step : – 1
સૌ પ્રથમ IFMS ની વેબસાઈટ http://10.10.102.164/IFMS/login.jsp ઉપર જઈને લોગીન કરવાનું રહેશે.
Step : -2
ઉપરની બાજુએ મેનુમાં Worklist ઉપર માઉસ લઈ જવાથી ત્રણ ટેબ જોવા મળશે તેમાંથી ત્રીજા નંબરના Pay Fixation ઉપર માઉસ લઈ જવાથી બીજા ઘણા બધા ટેબ જોવા મળશે તેમાંથી આઠમાં નંબરના Case Transfer Utility પર ક્લિક કરવાનું રહેશે.

Step : -3
ત્યાર બાદ નવી સ્ક્રીન જોવા મળશે તેમાં સૌથી ઉપરની બાજુએ તેમાં Search Criteria માં કેસ નંબર, જીપીએફ નંબર અથવા નામ દ્વારા જેતે કર્મચારીનો કેસ શોધી શકાશે.

Step : -3
હવે સૌથી નીચેની બાજુએ Departmental Info. નું બોક્ષ જોવા મળશે તેમાં જરૂરી તમામ વિગતો ખુબ જ સાવચેતીથી પસંદ કરવાની રહેશે.
(ખોટો કાર્ડેક્ષ નંબર અથવા કચેરી પસંદ કરવાથી બીજો કોઈ જગ્યાએ કેસ જતો રહેશે તો મુશ્કેલી ઉભી થઈ શકે છે તે માટે ચોક્કસ વિગતો પસંદ કરવી.

| Sr.No. | Field | Details |
| 1 | District Name | જીલ્લાનું નામ |
| 2 | Cardex | કાર્ડેક્ષ નંબર |
| 3 | Present Office | હાલ ફરજ બજાવતા હોય તે કચેરી/મુખ્ય કચેરી |
| 4 | DDO Code | ડી.ડી.ઓ કોડ |
| 5 | Employee Name | અધિ./કર્મચારીશ્રીનું નામ |
| 6 | Screen | સ્ક્રીન- Approved Case, Received Case, Transferred Case, Saved Case (હાલ જેમાં કેસ હોય તે પસંદ કરવું. |
| 7 | Office Selection | જે કચેરીમાં કેસ ટ્રાન્સફર કરવાનો છે તે કચેરી/મુખ્ય કચેરી |
તમામ વિગતો પસંદ કર્યા બાદ નીચે જણાવેલ Transfer ઉપર ક્લિક કરવાથી Case Successful Transferred નો મેસેજ જોવા મળશે.
(કન્ફર્મેશન માટે જેતે કચેરીએ તપાસ કરી લેવી.)
