LTC ક્લેમ ફોર્મ
LTC ક્લેમ ફોર્મ અને ગણતરી
કર્મચારી વિગતો
યાતાયાતના સાધનો
-- પસંદ કરો --
૧. હવાઇ / રેલ માર્ગ
૨. રાજધાની એક્સપ્રેસ
૩. શાતાબ્દી એક્સપ્રેસ
૪. રસ્તા માર્ગ
૫. દરિયાઇ માર્ગ / જહાજ
૬. અંડમાન-નિકોબાર / લક્ષદ્વીપ
ગ્રેડ પે અને પાત્રતા (હવાઇ માર્ગ / રેલ માર્ગ)
૧. ૭૬૦૦/- અને તેનાથી વધુ - રાષ્ટ્રીય તેમજ ખાનગી વિમાન સેવા દ્વારા ઇકોનોમી (Y Class) અથવા રેલવેના એસીના ફર્સ્ટ ક્લાસ પસંદગી મુજબ.
૨. ૫૪૦૦/- અને તેનાથી વધારે પરંતુ ૭૬૦૦/- થી ઓછા - રેલવેનો એસી ફસ્ટ ક્લાસ.
૩. ૨૪૦૦/- અને તેનાથી વધુ પરંતુ ૪૨૦૦/- થી ઓછા - સેકન્ડ એસી ટુ ટાયર સ્લીપર.
૪. ૨૪૦૦/- થી ઓછા - રેલવેના સેકન્ડ સ્લીપર.
ગ્રેડ પે અને પાત્રતા (રાજધાની એક્સપ્રેસ)
૧. ૭૬૦૦/- અને તેનાથી વધુ - રેલવેનો એસી ફસ્ટ ક્લાસ.
૨. ૫૪૦૦/- અને તેનાથી વધારે પરંતુ ૭૬૦૦/- થી ઓછા - સેકન્ડ એસી ટુ ટાયર સ્લીપર.
૩. ૨૪૦૦/- અને તેનાથી વધુ પરંતુ ૫૪૦૦/- થી ઓછા - એસી ચેરકાર.
ગ્રેડ પે અને પાત્રતા (શાતાબ્દી એક્સપ્રેસ)
૧. ૭૬૦૦/- અને તેનાથી વધુ - એક્ઝીક્યુટીવ ક્લાસ.
૨. ૨૪૦૦/- અને તેનાથી વધુ પરંતુ ૭૬૦૦/- થી ઓછા - એસી ચેરકાર.
ગ્રેડ પે અને પાત્રતા (રસ્તા માર્ગ દ્વારા મુસાફરી)
૧. ૭૬૦૦/- અને તેનાથી વધુ - વાતાનુકુલિત બસ સહિતની કોઇપણ સરકારી પરીવહનની બસમાં કરેલ મુસાફરીનું પુરેપુરું ભાડું મળવાપાત્ર થશે અથવા રેલવે દ્વારા સંકળાયેલ ન હોય તેવા સ્થળો વચ્ચે વાતાનુકુલિત ટેક્ષી/ટેક્ષી (વાતાનુકુલિત ટેક્ષીમાં ખરેખર મુસાફરી કરેલ હોય ત્યારે) નું નિયત કરાયેલ ભાડું અથવા ખરેખર પાત્રતા મુજબનું મળવાપાત્ર બસનું બસ ભાડું અને ખરેખર ચુકવેલ ભાડું બેમાંથી જે ઓછુ હોય તે મળવાપાત્ર થશે.
૨. ૫૪૦૦/- અને તેનાથી વધારે પરંતુ ૭૬૦૦/- થી ઓછા - ઉપર ૧ મુજબ પરંતુ વાતાનુકુલિત ટેક્ષી દ્વારા મુસાફરી કરી શકાશે નાહી.
૩. ૪૨૦૦/- અને તેનાથી વધારે પરંતુ ૫૪૦૦/- થી ઓછા - ઉપર ૨ મુજબ પરંતુ વાતાનુકુલિત બસ દ્વારા મુસાફરી કરી શકાશે નહી.
૪. ૨૪૦૦/- અને તેનાથી વધારે પરંતુ ૪૨૦૦/- થી ઓછા - કોઇપણ પ્રકારની વાતાનુકુલિત સિવાયની સરકારીપરીવહનની બસ અથવા રેલવે દ્વારા સંકળાયેલ ન હોય તેવા સ્થળો વચ્ચે રીક્ષાનું નિયત કરેલ ભાડું અથવા ખરેખર મળવાપાત્ર બસ ભાડું અને ખરેખર ચુંકવેલ ભાડું બન્નેમાંથી જે ઓછુ હોય તે મળવાપાત્ર થશે.
૫. ૨૪૦૦/- થી ઓછા - ઉપર ૪ મુજબ પરંતુ મળવાપાત્ર ભાડું સરકારી પરીવહન (ઓર્ડીનરી બસ) ના ભાડાની મર્યાદા જેટલું રહેશે.
ગ્રેડ પે અને પાત્રતા (દરિયાઇ માર્ગ/જહાજ દ્વારા મુસાફરી)
૧. ૫૪૦૦/- અને તેનાથી વધારે - ઉંચામાં ઉંચા વર્ગ.
૨. ૪૪૦૦/- અને તેનાથી વધારે પરંતુ ૫૪૦૦/- થી ઓછા - જો સ્ટીમરમાં બે વર્ગ હોય તો નીચલો વર્ગ.
૩. ૨૪૦૦/- અને તેનાથી વધારે પરંતુ ૪૪૦૦/- થી ઓછા - જો સ્ટીમરમાં ત્રણ વર્ગ હોય તો વચ્ચેનો અથવા બીજો વર્ગ . જો ચાર વર્ગ હોય તો ત્રીજો વર્ગ.
૪. ૨૪૦૦/- થી ઓછા - સૌથી નીચલો વર્ગ.
ગ્રેડ પે અને પાત્રતા (અંડમાન-નિકોબાર / લક્ષદ્વીપ)
૧. ૫૪૦૦/- અને તેનાથી વધારે - ડીલક્ષ ક્લાસ (highest).
૨. ૪૪૦૦/- અને તેનાથી વધારે પરંતુ ૫૪૦૦/- થી ઓછા - પ્રથમ વર્ગ/ એ કેબીન ક્લાસ.
૩. ૨૪૦૦/- અને તેનાથી વધારે પરંતુ ૪૪૦૦/- થી ઓછા - બીજો વર્ગ/ બી કેબીન ક્લાસ.
૪. ૨૪૦૦/- થી ઓછા - બન્ક ક્લાસ.
LTC ગણતરી
Save
Print
Backup
Restore
કુલ LTC રકમ: ₹ 0
Saved Employees