How to Download E-Epic Card? ચૂંટણીકાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું ?
How to Download E-Epic Card? તમારું ચુંટણીકાર્ડ પહેલા કઢાવેલ હતું અને અત્યારે ફાટી ગયું છે અથવા ખોવાઈ ગયું છે તો, તમે તમારું ચુંટણીકાર્ડ ઓનલાઈન જાતે જ મોબાઈલ ડાઉનલોડ કરી શકો છો અથવા CSC કેન્દ્ર કે ગ્રામ પંચાયતના ઈ-ગ્રામ કેન્દ્રથી પણ આ સેવા મેળવી શકાય છે. ચુંટણીકાર્ડ ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવું ? તેની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ આપવામાં આવેલ છ સૌ પ્રથમ https://voters.eci.gov.in વેબસાઈટ ઉપર જવું. Step : 1 E-Epic Download ઉપર ક્લિક કરવું. Step : 2 હવે તમને લોગીન માટેનું પેજ જોવા મળશે. જો તમે પ્રથમ વખત આ વેબસાઈટ ઉપયોગ કરો છો તો તમારે Login ની નીચે આપેલ Do not have an account ? Sign-Up ઉપર ક્લિક કરવું. હવે તમને બે ઓપ્શન જોવા મળશે 1. Mobile Number અને 2. Email Address (Optional). તેમાં આપનો મોબાઈલ નંબર નાખવાનો રહેશે જો ઈ-મેઈલ આ.ડી હોય તો તે પણ નાખી દેવું. ત્યાર બાદ નીચે આપેલ બોક્ષમાં જે Captcha કોડ દેખાય તે એન્ટર કરવો. Step : 3 હવે આપને ૪ ઓપ્શન જોવા મળશે First Name તમારું નામ લખવું. Last Name અટક લખવી. Password પાસવર્ડ લખવો. (પાસવર્ડ...